કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
Trending Photos
ટોરન્ટો: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીનો કોરોના વાઈરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કેનેડાના મીડિયાના અહેવાલો મુજબ પીએમ ટ્રુડોના પત્નીના સેમ્પલ હાલમાં જ તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં અને હવે તે પોઝિટિવ આવ્યાં છે.
ગુરુવારે સોફી ટ્રુડોમાં ફ્લુના લક્ષ્ણો જોવા મળ્યા બાદ તેમના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. સમાચાર એજન્સી એએફપીએ જાણકારી આપી હતી કે સોફી ગુરુવારે બ્રિટનના એક કાર્યક્રમમાંથી પાછા ફર્યા હતાં. ત્યારબાદ તેમનામાં ફ્લુના લક્ષ્ણો જોવા મળ્યા હતાં. તેમણે ડોક્ટરને તાવની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ડોક્ટરોએ તેમની તપાસ અને ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતાં.
#BREAKING Canada PM's wife tests positive for new #coronavirus: statement pic.twitter.com/al9FBgOB6f
— AFP news agency (@AFP) March 13, 2020
પત્ની સોફીમાં કોરોના વાઈરસના લક્ષ્ણો જોવા મળ્યા બાદ પીએમ જસ્ટિન ટ્રુડો તેમનાથી અલગ રહેતા હતાં. સુરક્ષા કારણોસર ટ્રુડો તમામ બેઠકો પોતાના ઘરેથી જ કરી રહ્યાં છે.
આ બધા વચ્ચે પીએમ જસ્ટિન ટ્રુડોની ઓફિસ તરફથી એક નિવેદન બહાર પડ્યું જે મુજબ પીએમનું સ્વાસ્થ્ય સારું છે. નિવેદનમાંક કહેવાયું છે કે જસ્ટિન ટ્રુડો પોતાનું કામકાજ ચાલુ રાખશે અને શુક્રવારે દેશવાસીઓને સંબોધિત કરશે. નિવેદનમાં કહેવાયું છે કે પીએમમાં કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યા નથી. તેઓ ઠીક છે. ડોક્ટરોની સલાહ અને સુરક્ષા કારણોસર તેઓ 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે. ડોક્ટરોની સલાહ મુજબ પીએમમાં હાલ કોરોનાના કોઈ લક્ષ્ણ જોવા મળ્યા નથી આથી હજુ 14 દિવસ સુધી તેમના સેમ્પલની તપાસ કરવામાં આવશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે